BSE Share Price: બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા બજાર સંબંધિત જોખમો અંગે પ્રસ્તાવિત ફેરફારથી બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરને મોટો ફટકો પડ્યો છે. આનું કારણ એ છે કે આ દરખાસ્તને કારણે વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે BSE ના ટારગેટ પ્રાઈસમાં લગભગ 14 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાને કારણે, શેરમાં તીવ્ર ઘટાડો થયો અને હાલમાં તે BSE પર 3.47 ટકાના ઘટાડા સાથે રુપિયા 4,473.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ટ્રા-ડે, તે 5.14 ટકા ઘટીને રુપિયા 4,395.70 પર બંધ થયો.