Share Market Fall: ભારતીય શેરબજાર 20 જાન્યુઆરી, મંગળવારના રોજ પણ ઘટાડાનું વલણ ચાલુ રાખ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 336 પોઈન્ટ ગગડ્યો, જ્યારે નિફ્ટી 25,500 થી નીચે આવી ગયો. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી, ત્રીજા ક્વાર્ટરના મિશ્ર પરિણામો અને વૈશ્વિક વેપાર યુદ્ધના વધતા ભયને કારણે રોકાણકારોનું મનોબળ નબળું પડ્યું. વ્યાપક બજારમાં વધુ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. BSE સ્મોલકેપ અને મિડકેપ સૂચકાંકો 1.2 પોઈન્ટ ઘટ્યા. બધા સેક્ટોરિયલ ઈંડેક્સ પણ લાલ નિશાનમાં હતા.

