Get App

જેફરીઝની સકારાત્મક ભલામણ બાદ કેફીન ટેકના શૅરમાં 13 ટકાનો ઉછાળો  

શુક્રવારે સત્રથી શરૂઆતથી જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો થયો છે પરંતુ કેફીન ટેકનો શૅર 13 ટકાથી અધિક વધ્યો છે કારણ કે જેફરીઝે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 500 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 1:13 PM
જેફરીઝની સકારાત્મક ભલામણ બાદ કેફીન ટેકના શૅરમાં 13 ટકાનો ઉછાળો   જેફરીઝની સકારાત્મક ભલામણ બાદ કેફીન ટેકના શૅરમાં 13 ટકાનો ઉછાળો   
આ વિદેશી બ્રોકરેજ ગૃહે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને લિસ્ટેડ કોર્પોરેટ્સને વિવિધ સર્વિસીસ પુરી પાડવામાં કેફીન ટેક અગ્રણી કંપની છે.

શુક્રવારે સત્રથી શરૂઆતથી જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો થયો છે પરંતુ કેફીન ટેકનો શૅર 13 ટકાથી અધિક વધ્યો છે કારણ કે જેફરીઝે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 500 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.

આ વિદેશી બ્રોકરેજ ગૃહે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને લિસ્ટેડ કોર્પોરેટ્સને વિવિધ સર્વિસીસ પુરી પાડવામાં કેફીન ટેક અગ્રણી કંપની છે. કંપની માર્કેટ લીડરશીપ ધરાવે છે. કંપનીને સેવિંગ્સનો નાણાકીય ફાયદો થશે, એમ પણ જેફરીઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આ સિવાય બ્રોકરેજ કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેફીન ટેક માટે આંતરરાષ્ટ્રીય અને અલ્ટરનેટિવ્ઝ એ બે નવા વૃદ્ધિના દ્વાર છે. આગળ જતા કંપનીનો નફો વધશે અને કેશ ફ્લોમાં પણ વધારો થશે. કેફીન તેમની આરટીએ અને એફએ સર્વિસીસને આંતરરાષ્ટ્રીય ધોરણે વધારી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો