Get App

બજારમાં દરેક ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ, પરિણામની સિઝન થોડી પોઝિટિવ રહી - દેવાંગ મહેતા

દેવાંગ મહેતાનું માનવું છે કે કન્ઝમ્પશનના પરિણામ સારા રહ્યા છે. L&Tના પરિણામ સારા રહ્યા છે. અત્યારે જેટલા પરિણામ રહ્યા છે તે મિશ્ર લાગી રહ્યા છે. એન્જિનયિરંગ, પ્રિસિસન એન્જિનયિરંગ સેક્ટર અમને ગમે છે. ફાર્મા કંપની, લક્ઝરી કન્ઝમ્પશન, ઓટો પણ અમને પસંદ છે.

MoneyControl Newsઅપડેટેડ May 09, 2025 પર 4:41 PM
બજારમાં દરેક ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ, પરિણામની સિઝન થોડી પોઝિટિવ રહી - દેવાંગ મહેતાબજારમાં દરેક ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ, પરિણામની સિઝન થોડી પોઝિટિવ રહી - દેવાંગ મહેતા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સ્પાર્ક પ્રાઈવેટ વેલ્થ મેનેજમેન્ટના ડાઈરેક્ટર અને ઈક્વિટી એડવાઈઝર દેવાંગ મહેતા પાસેથી.

દેવાંગ મહેતાનું કહેવુ છે કે બજારમાં આવી ચિંતા આવશે, પણ પછી સંકેતો પર ચાલશે. બજાર માટે ઘણી બાબત અંકુશની બહાર હોય છે. આવી સ્થિતિમાં બજારમાં ધિરજ રાખવી ઘણી જરૂરી છે. આવા સમયે બજારમાં રોકાણને જાળવી રાખો. ટેરિફને લઈને શું નિર્ણય આવે છે તેના પર પણ નજર રાખવી.

દેવાંગ મહેતાના મતે વૈશ્વિક માર્કેટ ઘટશે તો ભારતીય બજારમાં પણ ઘટાડો આવશે. આવતા વર્ષ માટેની કંપનીઓની કમેન્ટ્રી પર નજર રાખજો. સરકારી ખર્ચ વધ્યો છે, FIIsની ખરીદી આવી રહી છે. બજારમાં દરેક ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ છે. પરિણામની સિઝન થોડી પોઝિટિવ રહી છે.

દેવાંગ મહેતાનું માનવું છે કે કન્ઝમ્પશનના પરિણામ સારા રહ્યા છે. L&Tના પરિણામ સારા રહ્યા છે. અત્યારે જેટલા પરિણામ રહ્યા છે તે મિશ્ર લાગી રહ્યા છે. એન્જિનયિરંગ, પ્રિસિસન એન્જિનયિરંગ સેક્ટર અમને ગમે છે. ફાર્મા કંપની, લક્ઝરી કન્ઝમ્પશન, ઓટો પણ અમને પસંદ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો