Vedanta Q4 Results: ભારતીય માઈનિંગ સેક્ટરની અગ્રણી કંપની વેદાંત લિમિટેડે જાન્યુઆરી-માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની આ કંપનીએ રોકાણકારોને ખુશ કરી દીધા છે, કારણ કે કંપનીના નફા અને આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.

