Global Market: ભારતીય બજારો માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં ખરીદદારી, પણ વાયદામાં વેચવાલી જોવા મળી રહી છે. GIFT NIFTYમાં આશરે 80 પોઇન્ટ્સનું દબાણ સાથે કારોબાર થતો દેખાય રહ્યો છે. જોકે બીજા એશિયાના બજારોમાં તેજી જોવા મળી. શુક્રવારે ડાઓ જોન્સ અને S&P 500 નવા શિખરે બંધ થયા હતા.