Mutual Fund: ભારતીય શેરબજારમાં સતત વિનાશક ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2024થી ચાલુ રહેલો આ ઘટાડો ઘણા મહિનાઓ પછી પણ અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. બજારમાં આ સતત ઘટાડાને કારણે, એક તરફ ઇન્વેસ્ટર્સનો સ્ટોક પોર્ટફોલિયો બરબાદ થઈ ગયો છે. બીજી તરફ, Mutual Fund ઇન્વેસ્ટર્સનો પોર્ટફોલિયો પણ નાશ પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મિડ કેપ સ્ટોક્સમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, ઘણી Mutual Fund કંપનીઓએ મિડ કેપ સ્ટોક્સમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરી દીધું છે.