Get App

Flexi Cap Vs Multi Cap મ્યુચ્યુઅલ ફંડ: નવા રોકાણકારો માટે કયું છે બેસ્ટ?

ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડ બંને પોતાની રીતે ફાયદાકારક છે, પરંતુ તમારી રિસ્ક લેવાની ક્ષમતા અને ફાઇનાન્શિયલ ગોલ પર આધાર રાખે છે કે તમારે કયું ફંડ પસંદ કરવું. નવા રોકાણકારો માટે ફ્લેક્સી કેપ ફંડ ઓછું જોખમી અને સ્થિર વિકલ્પ છે, જ્યારે મલ્ટી કેપ ફંડ ઊંચા જોખમની સાથે વધુ રિટર્નની સંભાવના ધરાવે છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 09, 2025 પર 7:29 PM
Flexi Cap Vs Multi Cap મ્યુચ્યુઅલ ફંડ: નવા રોકાણકારો માટે કયું છે બેસ્ટ?Flexi Cap Vs Multi Cap મ્યુચ્યુઅલ ફંડ: નવા રોકાણકારો માટે કયું છે બેસ્ટ?
મલ્ટી કેપ ફંડ: આ ફંડમાં લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપમાં સમાન રોકાણ ફરજિયાત હોવાથી, સ્મોલ-કેપ સ્ટોક્સના કારણે જોખમ વધી જાય છે.

શેરબજારમાં અસ્થિરતા હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો રસ ઘટ્યો નથી. દર મહિને SIP દ્વારા હજારો કરોડ રૂપિયા વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ થઈ રહ્યા છે. ખાસ કરીને ફ્લેક્સી કેપ ફંડ અને મલ્ટી કેપ ફંડમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ નવા રોકાણકારો માટે એક મોટો પ્રશ્ન છે – ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ ફંડમાંથી કયું પસંદ કરવું? રિસ્ક અને રિટર્નની દૃષ્ટિએ કયું વધુ સારું છે?

ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડ: શું છે તફાવત?

ફ્લેક્સી કેપ ફંડ: આ ફંડમાં ફંડ મેનેજરે કુલ એસેટના ઓછામાં ઓછા 65% ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવું પડે છે. ફંડ મેનેજરને લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક્સમાં રોકાણની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. આ ફેક્સિબ્લિટી ફંડ મેનેજરને બજારની સ્થિતિ અનુસાર પોર્ટફોલિયોને ગોઠવવાની છૂટ આપે છે.

મલ્ટી કેપ ફંડ: આ ફંડે કુલ એસેટના ઓછામાં ઓછા 75% ઇક્વિટીમાં રોકાણ કરવું પડે છે. ખાસ વાત એ છે કે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપમાં દરેકમાં ઓછામાં ઓછું 25% રોકાણ ફરજિયાત છે. આનાથી ફંડ બજારના તમામ સેગમેન્ટમાં વૈવિધ્યકરણ ધરાવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો