Get App

Mutual funds રોકાણકારના મૃત્યુ બાદ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું શું થાય છે?

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સામાન્ય રીતે લાંબા ગાળાનું રોકાણ કરતા હોય છે. પરંતુ ઘણા કેસોમાં યુનિટ ધારકોનું અચાનક નિધન થઈ જાય છે. પરિણામે રોકાણ યોજના આખી ખોરવાઈ જતી હોય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારનું નિધન થાય તો તેમના કુટુંબીઓએ આ રોકાણ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવુ એ બાબતે જણાવવામાં આવ્યું છે

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2023 પર 2:17 PM
Mutual funds રોકાણકારના મૃત્યુ બાદ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું શું થાય છે?Mutual funds રોકાણકારના મૃત્યુ બાદ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું શું થાય છે?
જો નિધન પામેલ યુનિટ ધારકનો નોમિની કાયદાકીય વારસદાર ન હોય તો તે એક રીતે એજન્ટ હોલ્ડિંગ ગણાય છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સામાન્ય રીતે લાંબા ગાળાનું રોકાણ કરતા હોય છે. પરંતુ ઘણા કેસોમાં યુનિટ ધારકોનું અચાનક નિધન થઈ જાય છે. પરિણામે રોકાણ યોજના આખી ખોરવાઈ જતી હોય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારનું નિધન થાય તો તેમના કુટુંબીઓએ આ રોકાણ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવુ એ બાબતે જણાવવામાં આવ્યું છે.

જ્યારે યુનિટ ધારકનું મૃત્યુ થાય ત્યારે રજીસ્ટર્ડ નોમિનીને તે રોકાણ ટ્રાન્સફર થાય છે. જે કેસમાં અકાઉન્ટ જોઈન્ટ હોય તો જ્યારે રોકાણકારનું નિધન થાય તે પછી જ નોમિનીને આ રોકાણની સત્તા મળે છે. પરંતુ જો એક કરતા વધુ નોમિની હોય તો યુનિટ ધારકે જે પ્રમાણમાં ફાળવણીનો ઉલ્લેખ કર્યો હોય તે હિસાબે જ નોમિનીઓને મ્યુચ્યુઅલ ફંડ્સ યુનિટ્સ મળતા હોય છે. જો રોકાણકારે નોમિનીઓને કેટલા પ્રમાણમાં યુનિટ્સની ફાળવણી કરવી એ બાબતે વિગતવાર જણાવ્યું ન હોય તો મ્યુચ્યુઅલ ફંડ ગૃહ નિધન થયેલા રોકાણકારના નોમિનીઓને સરખા પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સની ફાળવણી કરતા હોય છે.

યુનિટ ધારકના નિધન બાદ તેમના રોકાણનો ક્લેમ કરવા માટે નોમિનીએ મ્યુચ્યુઅલ ફંડ ગૃહમાં જઈને ટ્રાન્સફર રિકવેસ્ટ ફોર્મ (ફોર્મ T-3), યુનિટ ધારકનું ડેટ સર્ટિફિકેટ, પૅન કાર્ડની કોપી અને નોમિનીના કેવાયસી ફોર્મ, બૅન્ક સ્ટેટમેન્ટ/પાસબુક અથવા નોમિનીનો કેન્સલ્ડ ચેક સુપરત કરવાનો હોય છે. પરંતુ જો યુનિટ ધારકની પહેલા નોમિનીનું નિધન થાય તો નોમિનેશન ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય છે. એક કરતા વધુ નોમિનેશનમાં જો કોઈ પણ એક નોમિનીનું ક્લેમ સેટલમેન્ટના નિધન થયુ હોય તો બાકીના નોમિનીઓને સરખા પ્રમાણમાં યુનિટ્સની ફાળવણી થતી હોય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો