દેશના ઘણા સામાન્ય લોકો, જેઓ તેમની બચત બેન્કોમાં જમા કરાવતા હતા, તેઓ હવે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી લાંબા ગાળાના જંગી રિટર્ને સામાન્ય ઇન્વેસ્ટર્સનો મૂડ બદલી નાખ્યો છે. AMFI ડેટા સાબિતી આપે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા ગાળે ઇન્વેસ્ટર્સને જબરદસ્ત નફો આપ્યો છે. લાંબા ગાળા માટે રોકાણ કરનારા લોકોને આકર્ષક બજાર રિટર્નની સાથે ચક્રવૃદ્ધિનો જબરદસ્ત લાભ મળે છે. પરંતુ અહીં અમે તમને એક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે માત્ર 1 વર્ષમાં ઇન્વેસ્ટર્સને અમીર બનાવી દીધા.