RBI Policy:આજે માર્કેટમાં સિક્કાની અછત છે અને દુકાનદારો માલ ખરીદ્યા પછી બાકી રહેલા પૈસાના બદલામાં ચોકલેટ આપી દેતા હોય છે. જો કે હવે આ સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે. સેન્ટ્રલ બેંક RBI QR કોડ પર આધારિત કોઈન વેન્ડિંગ મશીન લોન્ચ કરવા જઈ રહી છે. તે દેશભરના 12 શહેરોમાં 19 સ્થળોએ મુખ્ય બેંકો સાથે ભાગીદારીમાં પ્રથમ ટ્રાયલ ધોરણે લોન્ચ કરવામાં આવશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ મશીનો દ્વારા સિક્કા અંગે બેંકોને માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

