BRICS સમિટ 2024: રશિયાના કાઝાન શહેરમાં BRICS સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાઝાન એક્સ્પો સેન્ટર ખાતે BRICS સમિટનું પૂર્ણ સત્ર શરૂ થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્રની શરૂઆતમાં નેતાઓને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે 30 થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જૂથ કાર્યક્ષમતા જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેઠકમાં તેના વિસ્તરણ અંગે ચર્ચા કરશે.