પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રવિવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી બરબાદ થઈ ગઈ છે અને હવે પાર્ટીને તેની દુઃખદ સ્થિતિ પર આત્મનિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે પાર્ટીની વર્તમાન પરિસ્થિતિ અને ટોચના નેતાઓમાં વિચારધારાના અભાવને કારણે કોંગ્રેસના ઘણા જૂના કાર્યકરો આજે એકલતા અનુભવી રહ્યા છે. શર્મિષ્ઠાએ એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે તેના પિતાના મૃત્યુ પછી કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક શા માટે બોલાવવામાં આવી નથી અને શા માટે કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી.