Chief Minister of Maharashtra: ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીએ આજે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી છે. મુંબઈમાં બીજેપીની કોર ગ્રુપની બેઠક પૂરી થઈ ગઈ છે. વિધાયક દળની બેઠક શરૂ થઈ ગઈ છે અને ભાજપના ધારાસભ્યોની સાથે સરકારને ટેકો આપતા અપક્ષ ધારાસભ્યો પણ મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે. વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને ધારાસભ્ય દળની બેઠકમાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા.

