Manmohan Singh Death : દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર સરકારે 7 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. પૂર્વ પીએમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના મૃત્યુ બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને મોડી રાત્રે એમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.