કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે આગામી બે વર્ષમાં ભારતનું માર્ગ નેટવર્ક અમેરિકા કરતા વધુ સારું થઈ જશે. તેમણે કહ્યું, મને નથી લાગતું કે રોડ સેક્ટરમાં કોઈ સમસ્યા છે. આ વર્ષે અને આવતા વર્ષે જે પરિવર્તનો આવશે તે એટલા મહત્વપૂર્ણ હશે કે પહેલા હું કહેતો હતો કે આપણું હાઇવે નેટવર્ક અમેરિકા જેટલું જ હશે, પરંતુ હવે હું કહું છું કે આગામી બે વર્ષમાં આપણું હાઇવે નેટવર્ક અમેરિકા કરતાં વધુ સારું થશે.