કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ અને ફિટનેસ લેવલ પર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ પર પ્રહારો કર્યા અને તેને 'અત્યંત શરમજનક' અને 'એકદમ દયનીય' ગણાવ્યું. ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન રોહિત 17 બોલમાં 15 રન બનાવીને આઉટ થયા બાદ શમાએ રોહિતની ફિટનેસ અને કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા હતા.