કેન્દ્રીય મંત્રી અમિત શાહે 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નું 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યું. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રાજ્ય બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ હાજર હતા. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનો ઢંઢેરો એ વિકસિત ભારત માટે વિકસિત મહારાષ્ટ્ર બનાવવાનો રોડમેપ છે.