કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે NCP (SP) પ્રમુખ શરદ પવાર અને શિવસેના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું. શાહે સ્પષ્ટપણે કહ્યું કે મહારાષ્ટ્રે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને 2024ની ચૂંટણીમાં તેમનું સ્થાન બતાવી દીધું છે. મહારાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી જીત સાથે પવારની વિશ્વાસઘાતની રાજનીતિનો અંત આવ્યો. મહારાષ્ટ્રના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે એકનાથ શિંદેની શિવસેના બાળાસાહેબ ઠાકરેની શિવસેના છે અને અજિત પવારની એનસીપી જ વાસ્તવિક એનસીપી છે.