Manmohan Singh achievements: ભારતમાં આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે જાણીતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા. મનમોહન સિંહ તેમના ઘરે બેહોશ થઈ ગયા બાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSમાં દરેક પ્રકારની સારવાર બાદ પણ મનમોહન સિંહને હોશમાં પાછા લાવી શકાયા ન હતા. ગુરુવારે રાત્રે ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ પીએમના નિધનથી શોકનું મોજુ ફરી વળ્યું હતું.