Get App

નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન: ‘ભણેલા લોકો કરતા મને અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાંથી વધુ વોટ મળ્યા'

Gadkari controversial statement: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નાગપુરમાં ચોંકાવનારું નિવેદન. તેમણે કહ્યું કે ભણેલા લોકો કરતા મને અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાંથી 92% વોટ મળ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2026 પર 11:48 AM
નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન: ‘ભણેલા લોકો કરતા મને અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાંથી વધુ વોટ મળ્યા'નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન: ‘ભણેલા લોકો કરતા મને અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાંથી વધુ વોટ મળ્યા'
આ કાર્યક્રમમાં પોતાના ચૂંટણી અનુભવો શેર કરતા ગડકરીએ આંકડાઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "શહેરના જે મોટા અને શિક્ષિત વિસ્તારો છે, ત્યાંથી મને કુલ મતદાનના આશરે 70થી 75% વોટ મળ્યા હતા. પણ તેની સામે ગુનેગારો, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાંથી મને 92% જેટલા જંગી વોટ મળ્યા છે."

Gadkari controversial statement: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી હંમેશા તેમના સીધા અને બેબાક અંદાજ માટે જાણીતા છે. તેઓ જે પણ મનમાં હોય તે સ્પષ્ટપણે કહી દેતા હોય છે. હાલમાં જ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ફરી એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ગડકરીએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે ચૂંટણીમાં તેમને ભણેલા-ગણેલા લોકો કરતા અંડરવર્લ્ડ, ગુનેગારો અને રેડ લાઈટ એરિયાના લોકોએ વધુ વોટ આપ્યા છે.

શિક્ષિત વિસ્તારો કરતા ગુનેગાર વિસ્તારોમાં વધુ વોટ

આ કાર્યક્રમમાં પોતાના ચૂંટણી અનુભવો શેર કરતા ગડકરીએ આંકડાઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "શહેરના જે મોટા અને શિક્ષિત વિસ્તારો છે, ત્યાંથી મને કુલ મતદાનના આશરે 70થી 75% વોટ મળ્યા હતા. પણ તેની સામે ગુનેગારો, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાંથી મને 92% જેટલા જંગી વોટ મળ્યા છે." ગડકરીનો આ નિવેદનવાળો વિડીયો હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હું તેમના ખોટા કામોને ટેકો નથી આપતો: ગડકરી

આ વાત કહેતાની સાથે જ ગડકરીએ હસતા હસતા સ્પષ્ટતા પણ કરી દીધી હતી. તેમણે કહ્યું કે નાગપુરમાં અંડરવર્લ્ડ અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લગભગ 99% લોકો તેમના સમર્થક છે. જોકે, તેનો અર્થ એવો બિલકુલ નથી કે તેઓ આવા લોકોના કોઈ ખોટા કામ કે પ્રવૃત્તિઓને ટેકો આપે છે.

ગડકરીએ વધુમાં સમજાવ્યું કે, "મારો આ તમામ લોકો સાથે સંબંધ છે, પરંતુ તેને ખોટા અર્થમાં લેવો જોઈએ નહીં. આ વિસ્તારોમાં અમે સારા રસ્તાઓ બનાવ્યા છે અને સામાજિક કાર્યો કર્યા છે, જેના કારણે જ ત્યાંના લોકોએ વિકાસને જોઈને મને વોટ આપ્યા છે."

નિવેદનની મુખ્ય વાતો:

બધા સમાચાર

+ વધુુ વાંચો