Parineeti Raghav Net Worth: એક તરફ યુવા નેતા અને રાજનીતિના ઉભરતા સ્ટાર રાઘવ ચઢ્ઢા અને બીજી તરફ બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા. બંને પોતપોતાના ક્ષેત્રમાં સફળતાની સીડી ચડતા બે સફળ ચહેરાઓ છે, જેઓ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રાઘવ ચઢ્ઢા AAP તરફથી રાજ્યસભાના સાંસદ છે જ્યારે પરિણીતી ચોપરાએ 'લેડીઝ વર્સેસ રિકી બહેલ'થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પહેલીવાર નથી કે રાજકારણ અને ફિલ્મ જગતના બે સ્ટાર્સ એક થવા જઈ રહ્યા છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના થોડા મહિના પહેલા જ સ્વરા ભાસ્કરના સપા નેતા સાથેના લગ્ને ભારે સનસનાટી મચાવી હતી.

