PM Modi In Lok sabha: લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું, 'હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ભાષણ આપવા આવ્યો છું. આજે, આ ગૃહ દ્વારા, હું એ દેશવાસીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ ફાળો આપ્યો છે. હું સરકાર અને સમાજના તમામ મહેનતુ લોકોને અભિનંદન આપું છું. હું દેશભરના ભક્તોનો, ઉત્તર પ્રદેશના લોકોનો અને ખાસ કરીને પ્રયાગરાજનો આભાર માનું છું.