PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. આ સમય દરમિયાન તેઓ એકતા નગરની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રવાસ ન માત્ર એકતા નગરના વિકાસને નવી ગતિ આપશે, પરંતુ રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર વિશેષ મહત્વ પણ ધરાવે છે.

