Get App

પ્રોપર્ટી ગુરૂ: 2021 પાસે રિયલ એસ્ટેટની અપેક્ષાઓ

2021 રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહેશે. 2020માં સારા રિફોર્મ આવ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 28, 2020 પર 2:19 PM
પ્રોપર્ટી ગુરૂ: 2021 પાસે રિયલ એસ્ટેટની અપેક્ષાઓપ્રોપર્ટી ગુરૂ: 2021 પાસે રિયલ એસ્ટેટની અપેક્ષાઓ

પાછલા ત્રણ વર્ષથી પ્રોપર્ટી માર્કેટ ડાઉન હતી. સ્ટેમ્પ ડ્યુટી નાબુદ કરવાથી ઘણો લાભ થયો. સરકારનાં અમુક પગલાથી રિયલ એસ્ટેટમાં રિસ્ટ્રકચરિંગ છે.

સરકાર પાસે હવે રિયલ એસ્ટેટની શું અપેક્ષા?

પ્રોપર્ટીની કિંમતો સ્થિર થઇ તે મહત્વનું છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો આવ્યો છે. લોન પર વ્યાજનાં દર ઘણા ઘટ્યા છે. 20 વર્ષનાં નીચલા દર પર વ્યાજદર જોવા મળી રહ્યા છે. ઘર ખરીદારો માટે હાલ ખૂબ સારો સમય છે. વર્ક ફ્રોમ હોમને કારણે ઘરનું મહત્વ વધ્યું છે. વર્ક ફ્રોમ હોમને કારણે મોટા ઘરની માંગ વધી રહી છે. મહારાષ્ટ્રમાં FSI ફીમાં 50% નો ઘટાડો આવી શકે છે. ચાલુ પ્રોજેક્ટમાં FSI ઘટાડાની અસર નહી. નવા પ્રોજેક્ટને આ ઘટાડાનો લાભ મળી શકે છે. જો આ ઘટાડો આવે તો અફોર્ડેબિલિટી વધશે.

રિડેવલપમેન્ટ માટે ક્યાં છે રાહત?

હાઉસિંગ ડેવલપમેન્ટ રિડેવલપમેન્ટ માટે એક પોલિસી છે.

ઘરની ડિમાન્ડમાં કેટલો વધારો થયો છે?

ઘરનાં રજીસ્ટ્રેશનનાં આંકડા 9 વર્ષનાં ઉચ્ચત્તમ સ્તર પર રહ્યા છે. રેડી ઘરોની માંગ વધી ગઇ છે. બાંધકામ હેઠળનાં ઘરોની માંગ 25 ટકા વધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો