ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત તરફ મેઘરાજાની સવારી વળી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવાર, 20 જૂન 2025 માટે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે જળબંબાકાર અને ટ્રાફિક સમસ્યાઓનો ખતરો વધી ગયો છે.