India Meteorological Department: 2024ને ભારતમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2024માં દેશમાં 1901 પછી સૌથી વધુ વાર્ષિક સરેરાશ વાતાવરણીય તાપમાન નોંધાયું છે, જે લાંબા ગાળાની સરેરાશ કરતાં +0.65°C વધારે હતું.