Global Warming: યુરોપિયન યુનિયન કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (C3S) એ જાહેર કર્યું છે કે વર્ષ 2024 ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ હશે. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આગામી વર્ષે પણ આવી જ ગરમી રહેવાની શક્યતા છે. યુનાઈટેડ નેશન્સે ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે 300 બિલિયન ડૉલરના સોદા પર હસ્તાક્ષર કર્યાના બે અઠવાડિયા પછી આ ખુલાસો થયો છે.