Pakistani Beggar: ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ) એ મુલતાન એરપોર્ટ પર સાઉદી અરેબિયા જતી ફ્લાઈટમાંથી આઠ કથિત ભિખારીઓને ઉતાર્યા, જેઓ ઉમરાહના બહાને આરબ દેશ જઈ રહ્યા હતા. પંજાબ પ્રાંતના મુલતાન એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી ઘટના હતી. અખબારના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા પણ FIAએ મુલતાન એરપોર્ટ પરથી સાઉદી અરેબિયા જતી ફ્લાઈટમાંથી 11 મહિલાઓ, ચાર પુરૂષો અને એક બાળક સહિત કુલ 16 લોકોને ઉતાર્યા હતા.

