NASAએ ફરી એકવાર કમાલ કરી બતાવી છે. NASAના 47 વર્ષ જૂના વોયઝર-1 અંતરિક્ષ યાને તાજેતરમાં જ એક રેડિયો ટ્રાંસમીટર દ્વારા પૃથ્વી સાથે સંપર્ક સ્થારપિત કર્યો છે. NASAએ એક એવા રેડિયો એંટીના સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે, જેનો ઉપીયોગ 1981 થી કરવામાં આવ્યો ન હતો. કેલિફોર્નિયામાં ઝેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં NASAના એન્જિનિયરોએ 24 ઓક્ટોબરના રોજ તેની સાથે સંપર્ક સ્થાપિત કર્યો. આ અંતરિક્ષ યાન 1977માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષ યાનની ઉંમર વધતાની સાથે ટીમે વીજળીની બચત માટે તેના યંત્રોને ધીરે ધીરે બંધ કરી દીધા હતા.

