Get App

Driving License Scam: ટેસ્ટ લીધા વગર લાયસન્સ ઇસ્યુ કરવાનું RTOનું મોટું કૌભાંડ ઝડપાયું, સાઈબર ક્રાઇમે 2 ઇન્સ્પેક્ટર અને એજન્ટની ધરપકડ કરી

Driving License Scam: ટેકનિકલ છેડછાડ કરીને તેઓ લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ આ રીતે લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એજન્ટ ભાવીન શાહ અરજદારોને લઈ આવતો હતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 11:33 AM
Driving License Scam: ટેસ્ટ લીધા વગર લાયસન્સ ઇસ્યુ કરવાનું RTOનું મોટું કૌભાંડ ઝડપાયું, સાઈબર ક્રાઇમે 2 ઇન્સ્પેક્ટર અને એજન્ટની ધરપકડ કરીDriving License Scam: ટેસ્ટ લીધા વગર લાયસન્સ ઇસ્યુ કરવાનું RTOનું મોટું કૌભાંડ ઝડપાયું, સાઈબર ક્રાઇમે 2 ઇન્સ્પેક્ટર અને એજન્ટની ધરપકડ કરી
આર.ટી.ઓ.માં લાયસન્સને લઈને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટકટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો હતો.

Driving License Scam: અમદાવાદ સાયબર ક્રાઇમે ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આર.ટી.ઓ.ની મિલી ભગતથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટેકનિકલ છેડછાડ કરીને લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.

આર.ટી.ઓ.માં લાયસન્સને લઈને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટકટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો હતો. અને ગાંધીનગર આર.ટી.ઓ.માં ફરજ બજાવતા બે આર.ટી.ઓ.ની મીલીભગતથી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરાવી આપવાના કૌભાંડની શરૂઆત કરી હતી.

આરોપીઓ 10 હજાર રૂપિયામાં એક લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા. જો કે આર.ટી.ઓ. ના અધિકારીને આ બાબતની જાણ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી આર.ટી.ઓ સમીર રતનધારિયા, જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવીન શાહની ધરપકડ કરી છે.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં તેઓએ આ રીતે નવ લાયસન્સ ઇસ્યુ કરાવી આપ્યા છે. આરોપીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં ટેસ્ટ લીધા વગર જ લાયસન્સ કરાવી આપતા હતા. ટેકનિકલ છેડછાડ કરીને તેઓ લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ આ રીતે લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એજન્ટ ભાવીન શાહ અરજદારોને લઈ આવતો હતો. અને ઓનલાઇન અરજી કરાવી તેની વિગતો અન્ય બે આરોપીઓને આપતો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો