Get App

અમૃતપાલ સિંહ કેવી રીતે બન્યો ‘‘વારિસ પંજાબ દે’’નો વડો, દુબઈથી પરત આવીને સંભાળી સંસ્થાની કમાન

અમૃતપાલ સિંહનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનના હજારો સમર્થકોએ પંજાબના અજનલામાં ભારે હંગામો મચાવ્યો. પંજાબના મોગામાં અમૃતપાલ સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ગયા મહિને એટલે કે 18 માર્ચથી પોલીસથી ભાગી ગયો હતો. આ દરમિયાન પોલીસે તેના ઘણા સહયોગીઓની ધરપકડ પણ કરી હતી.

MoneyControl Newsઅપડેટેડ Apr 23, 2023 પર 12:35 PM
અમૃતપાલ સિંહ કેવી રીતે બન્યો ‘‘વારિસ પંજાબ દે’’નો વડો, દુબઈથી પરત આવીને સંભાળી સંસ્થાની કમાનઅમૃતપાલ સિંહ કેવી રીતે બન્યો ‘‘વારિસ પંજાબ દે’’નો વડો, દુબઈથી પરત આવીને સંભાળી સંસ્થાની કમાન
અમૃતપાલ સિંહનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનના હજારો સમર્થકોએ પંજાબના અજનલામાં ભારે હંગામો મચાવ્યો.

પંજાબના મોગામાં અમૃતપાલ સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ગયા મહિને એટલે કે 18 માર્ચથી પોલીસથી ભાગી ગયો હતો. આ દરમિયાન પોલીસે તેના ઘણા સહયોગીઓની ધરપકડ પણ કરી હતી. હાલમાં જ પોલીસે તેના વફાદાર પપલપ્રીત સિંહની પણ ધરપકડ કરી હતી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ટૂંક સમયમાં અમૃતપાસ સિંહ પણ પકડાઈ જશે. અમૃત પાલ સિંહનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનના હજારો સમર્થકોએ પંજાબના અજનાલામાં ભારે હંગામો મચાવ્યો.

અમૃતપાલના સમર્થકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા

આ દરમિયાન તેઓએ તલવારો અને બંદૂકો પણ લહેરાવી હતી. અમૃતપાલ પાસે લાઇસન્સ ધરાવતા હથિયારધારકોની આખી ફોજ હોવાનું પણ કહેવાય છે. અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા છે. આ સંગઠનની સ્થાપના પંજાબી ગાયક દીપ સિદ્ધુએ કરી હતી. જેનું કાર અકસ્માતમાં મોત થયું હતું. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ અમૃતપાલ સિંહ કોણ છે, જેના નામ પર છેલ્લા ઘણા દિવસોથી પંજાબમાં હંગામો મચી ગયો હતો.

કોણ છે અમૃતપાલ સિંહ?

બધા સમાચાર

+ વધુુ વાંચો