એપલ તેની અલગ અને ખાસ ટેક્નોલોજી માટે દુનિયાભરમાં ખૂબ જ પોપ્યુલર છે. જો તમે એપલ યુઝર છો તો તમારા માટે એક મોટા સારા સમાચાર છે. ખરેખર, Appleએ iOS18નું ત્રીજું પબ્લિક બીટા રિલીઝ કર્યું છે. આપને જણાવી દઈએ કે યુઝર્સ iOS 18ના ત્રીજા પબ્લિક બીટાની રાહ જોઈ રહ્યા હતા. આ સાથે Appleએ iPad OS 18 વર્ઝન પણ બહાર પાડ્યું છે. Apple એ iOS 18ના ત્રીજા પબ્લિક બીટામાં ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે. આ ફીચર્સ દ્વારા યુઝરનો એક્સપિરિયન્સ ઘણો બહેતર બની શકે છે. એપલે ઘણા પ્લેટફોર્મ પર પહેલીવાર ઘણા ફીચર્સ રજૂ કર્યા છે.

