Get App

Gold Investment: શું સોનું હવે માત્ર ઘરેણું નથી રહ્યું? 86% ભારતીયો માને છે આને 'વેલ્થ'નો મોટો હિસ્સો

Gold Investment: શું તમે જાણો છો કે ભારતીયો હવે સોનાને માત્ર શણગાર નહીં પણ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર જેવું મજબૂત રોકાણ માને છે? Deloitteના નવા રિપોર્ટ મુજબ સોનાની ખરીદીમાં આવેલો મોટો બદલાવ અને યુવાનોની પસંદ વિશે અહીં વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2026 પર 3:02 PM
Gold Investment: શું સોનું હવે માત્ર ઘરેણું નથી રહ્યું? 86% ભારતીયો માને છે આને 'વેલ્થ'નો મોટો હિસ્સોGold Investment: શું સોનું હવે માત્ર ઘરેણું નથી રહ્યું? 86% ભારતીયો માને છે આને 'વેલ્થ'નો મોટો હિસ્સો
જ્વેલરી ખરીદવા પાછળ હવે લોકોનો હેતુ બદલાયો છે. લગભગ 56% લોકો જ્વેલરીને ‘ફેશન અને રોકાણ’ એમ બંને હેતુથી ખરીદે છે. જ્યારે 28% ગ્રાહકો એવા છે જે માત્ર ને માત્ર રોકાણના ઈરાદાથી જ સોનું ખરીદે છે.

Gold Investment: ભારતીય ઘરોમાં સોનાનું મહત્વ વર્ષોથી અકબંધ છે, પરંતુ હવે તેના પ્રત્યેનો લોકોનો નજરિયો બદલાઈ રહ્યો છે. પહેલાના સમયમાં સોનું માત્ર લગ્નપ્રસંગો કે તહેવારો પૂરતું સીમિત હતું, પરંતુ હવે તે 'વેલ્થ' એટલે કે સંપત્તિ બનાવવાનું એક મહત્વનું સાધન બની ગયું છે. Deloitte Indiaના તાજેતરના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે 86% ગ્રાહકો સોના અને જ્વેલરીને તેમના વેલ્થ પ્લાનિંગનો મુખ્ય ભાગ માને છે.

સોનું અને શેરબજાર હવે એક સમાન?

રિપોર્ટના આંકડા ખૂબ જ રસપ્રદ છે. જે રીતે લોકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર જેવા માર્કેટ-લિંક્ડ રોકાણો 87% પર ભરોસો કરે છે, તેટલો જ ભરોસો હવે સોના 86% પર પણ જોવા મળી રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે લોકો સોનાને માત્ર ઘરેણાં તરીકે નહીં, પણ એક સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે.

લોકો જ્વેલરી કેમ ખરીદે છે?

જ્વેલરી ખરીદવા પાછળ હવે લોકોનો હેતુ બદલાયો છે. લગભગ 56% લોકો જ્વેલરીને ‘ફેશન અને રોકાણ’ એમ બંને હેતુથી ખરીદે છે. જ્યારે 28% ગ્રાહકો એવા છે જે માત્ર ને માત્ર રોકાણના ઈરાદાથી જ સોનું ખરીદે છે. ખાસ વાત એ છે કે, રોકાણના હેતુથી જ્વેલરી ખરીદવામાં પુરુષો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો આગળ છે. આ વર્ગ 'કેપિટલ સેફ્ટી' એટલે કે પોતાની મૂડી સુરક્ષિત રહે તેના પર વધુ ધ્યાન આપે છે.

યુવાનો અને બદલાતી ફેશન

બધા સમાચાર

+ વધુુ વાંચો