દિગ્ગજ ટેક કંપની ગૂગલ ભારતના ડિજિટાઈઝેશનમાં $10 બિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પીએમ મોદીને કહ્યું કે આ એક એવું સ્ટેપ છે જે ફિનટેકના મુદ્દે ભારતના નેતૃત્વને ઓળખ અપાવવાનું કામ કરશે અને ભારત અને અમેરિકા સહિત વિશ્વભરમાં નાના અને મોટા બિઝનેસને આગળ લઈ જવામાં પણ મદદ કરશે. સુંદર પિચાઈ શુક્રવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT) ખાતે ગૂગલના ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાની પણ જાહેરાત કરી હતી.

