Get App

Electricity Theft: વીજ ચોર કોર્પોરેટર, ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરેથી જ ઝડપાઈ વીજચોરી, મીટર વિનાનું મળ્યુ કનેક્શન

Junagadh: ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરેથી વીજચોરી ઝડપાઈ છે. તેમના ઘરેથી ચેકિંગ દરમિયાન મીટર વિનાનું ગેરકાયદે કનેક્શન મળી આવ્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 09, 2023 પર 2:34 PM
Electricity Theft: વીજ ચોર કોર્પોરેટર, ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરેથી જ ઝડપાઈ વીજચોરી, મીટર વિનાનું મળ્યુ કનેક્શનElectricity Theft: વીજ ચોર કોર્પોરેટર, ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરેથી જ ઝડપાઈ વીજચોરી, મીટર વિનાનું મળ્યુ કનેક્શન
Junagadh: PGVCLની રેડ દરમિયાન મીટર વિનાનું ગેરકાયદે કનેક્શન મળ્યુ

Electricity Theft: ગુજરાતમાં વીજ ચોરીની ઘટનાઓ વધી રહી છે, અવાર નવાર વીજ ચોરીના કેસ સામે આવે છે. રાજ્યમાં અનેક વીજ ચોરીના કિસ્સા સામે આવતા રહે છે. ક્યારેક તો નેતાના પરિવારના સભ્યો જ વીજચોરી કરતા પકડાતા હોય છે. ત્યારે ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાં સામે આવી છે કે જ્યાં ભાજપના જ મહિલા કોર્પોરેટર વીજચોરી કરતા ઝડપાયા છે. જૂનાગઢ પાલિકાના વોર્ડ નંબર 2ના મહિલા કોર્પોરેટર સમીના સાંધના વીજચોરી કરતા હોવાની માહિતી PGVCLને મળી હતી. જેથી વીજ કંપનીના અધિકારીઓએ કોર્પોરેટરના ઘરમાં રેડ કરી હતી.

PGVCLની રેડ દરમિયાન મીટર વિનાનું ગેરકાયદે કનેક્શન મળ્યુ

તપાસ દરમિયાન મીટર વિના ગેરકાયદે કનેક્શન કરી વીજચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. PGVCLના અધિકારીઓએ ગેરકાયદે કનેક્શન ઝડપી પાડ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ કોર્પોરેટર સમીના સાંધનાના ઘરમાંથી PGVCLએ વીજચોરી ઝડપી પાડી હતી. ત્યારે જોવુ રહેશે કે કોર્પોર્ટર સામે શું દંડનીય પગલા લેવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો