અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં એક મોટી કૂટનીતિક સફળતા મળી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને વિરામ આપવા માટે હવે બંને દેશો ટેબલ પર ચર્ચા કરવા તૈયાર થયા છે. Axios ના રિપોર્ટ મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા મૌજતબા ખામેનેઈએ આગામી બુધવાર, 22 એપ્રિલના રોજ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી હાઈ-સ્ટેક શાંતિ વાર્તા માટે પોતાની ટીમને મંજૂરી આપી દીધી છે.

