Get App

Global Firepower: વિશ્વની સૌથી મજબૂત સેનાઓની યાદીમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન 12મા ક્રમે સરક્યું, જાણો અમેરિકા- રશિયાની સૈન્ય શક્તિ

Global Firepower: ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 60થી વધુ પરિમાણોના આધારે વિશ્વની સૌથી પાવરફૂલ સેનાનું મૂલ્યાંકન કરે છે. તેમાં લશ્કરી એકમો, નાણાકીય સ્થિતિ, લોજિસ્ટિક્સ કેપેસિટી, ભૌગોલિક સ્થાન અને તકનીકી પ્રગતિનો સમાવેશ થાય છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 03, 2025 પર 3:39 PM
Global Firepower: વિશ્વની સૌથી મજબૂત સેનાઓની યાદીમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન 12મા ક્રમે સરક્યું, જાણો અમેરિકા- રશિયાની સૈન્ય શક્તિGlobal Firepower: વિશ્વની સૌથી મજબૂત સેનાઓની યાદીમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન 12મા ક્રમે સરક્યું, જાણો અમેરિકા- રશિયાની સૈન્ય શક્તિ
એડવાન્સ લશ્કરી સાધનો, આધુનિક શસ્ત્રો અને સ્ટ્રેટેજીક સ્થિતિને કારણે આપણી સૈન્ય તાકાત વધી છે. ભારતનો પાવર ઈન્ડેક્સ સ્કોર 0.1184 છે.

Global Firepower: સૈન્ય શક્તિના આધારે વિશ્વભરના દેશોની રેન્કિંગ કરતી સંસ્થા ગ્લોબલ ફાયરપાવરએ નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારત ચોથા નંબર પર છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ પહેલા કરતા ઘણી નબળી થઈ ગઈ છે. પાકિસ્તાન ગયા વર્ષે એટલે કે 2024માં 9મા સ્થાને હતું, જે 12મા સ્થાને સરકી ગયું છે. આ સાથે અમેરિકા નંબર વન, રશિયા બીજા અને ચીન ત્રીજા નંબર પર છે.

ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ શું છે?

ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 60થી વધુ પરિમાણોના આધારે વિશ્વની સૌથી પાવરફૂલ સેનાનું મૂલ્યાંકન કરે છે. તેમાં લશ્કરી એકમો, નાણાકીય સ્થિતિ, લોજિસ્ટિક્સ કેપેસિટી, ભૌગોલિક સ્થાન અને તકનીકી પ્રગતિનો સમાવેશ થાય છે.

2025ની ટોપની 10 લશ્કરી શક્તિઓ

બધા સમાચાર

+ વધુુ વાંચો