Rani Kamlapati Railway Station: ભારતના રેલવે નેટવર્કની વાત આવે ત્યારે દેશનું પ્રથમ વિશ્વસ્તરીય પ્રાઇવેટ રેલવે સ્ટેશન, રાણી કમલાપતિ રેલવે સ્ટેશન, એક અનોખું ઉદાહરણ બની રહ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલું આ સ્ટેશન પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ રિડેવલપ કરવામાં આવ્યું છે, જે જર્મનીના હીડલબર્ગ રેલવે સ્ટેશનની ડિઝાઇનથી પ્રેરિત છે. આ સ્ટેશન માત્ર એક રેલવે સ્ટેશન નથી, પરંતુ એરપોર્ટ જેવી અદ્યતન સુવિધાઓ અને આરામનો અનુભવ આપે છે.