Get App

Iran Crisis: ઈરાન જવાનું વિચારતા હોવ તો સાવધાન! ભારતે નાગરિકો માટે જાહેર કર્યું હાઈ એલર્ટ, વાંચી લો નવી એડવાઈઝરી

India Travel Advisory For Iran: ઈરાનમાં સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયો માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનનો પ્રવાસ ટાળવા અને ત્યાં રહેતા ભારતીયોને સુરક્ષિત રહેવા ખાસ સૂચના અપાઈ છે. જાણો વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Jan 06, 2026 પર 3:26 PM
Iran Crisis: ઈરાન જવાનું વિચારતા હોવ તો સાવધાન! ભારતે નાગરિકો માટે જાહેર કર્યું હાઈ એલર્ટ, વાંચી લો નવી એડવાઈઝરીIran Crisis: ઈરાન જવાનું વિચારતા હોવ તો સાવધાન! ભારતે નાગરિકો માટે જાહેર કર્યું હાઈ એલર્ટ, વાંચી લો નવી એડવાઈઝરી
ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હાલના સંજોગોમાં ઈરાનની યાત્રા કરવી જોખમી સાબિત થઈ શકે છે.

India Travel Advisory For Iran: મધ્ય પૂર્વના દેશોમાં હાલમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઈરાનમાં જે રીતે સ્થિતિ પલટાઈ રહી છે, તેને જોતા ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલયે ઈરાન માટે એક નવી અને મહત્વની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જો તમારો કોઈ પરિવારજન ઈરાનમાં હોય અથવા તમે ત્યાં જવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે.

બિનજરૂરી પ્રવાસ ટાળવાની કડક સૂચના

ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હાલના સંજોગોમાં ઈરાનની યાત્રા કરવી જોખમી સાબિત થઈ શકે છે. સુરક્ષાના કારણોસર, તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી કામ ના હોય, ત્યાં સુધી ઈરાનનો પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. સરકારે જણાવ્યું છે કે, "ઈરાનમાં હાલની સ્થિતિ અસામાન્ય છે અને અનિશ્ચિતતા ભરેલી છે. નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે, તેથી આગામી આદેશ ન આવે ત્યાં સુધી ઈરાનની મુસાફરીનું આયોજન મોકૂફ રાખવું હિતાવહ છે."

ત્યાં રહેતા ભારતીયોએ શું સાવચેતી રાખવી?

જે ભારતીયો પહેલેથી જ ઈરાનમાં વસવાટ કરી રહ્યા છે અથવા પ્રવાસ અર્થે ત્યાં ગયા છે, તેમના માટે પણ વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

ભીડથી દૂર રહો: ઈરાનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો અને દેખાવો થઈ રહ્યા છે. ભારતીયોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારના રાજકીય ધરણા, સરઘસ કે મોટી ભીડવાળી જગ્યાઓથી દૂર રહે.

સતર્ક રહો: વર્તમાન માહોલમાં પોતાની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું અને અજાણ્યા સ્થળોએ જવાનું ટાળવું.

બધા સમાચાર

+ વધુુ વાંચો