ISRO 100th Mission: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ તાજેતરમાં તેનું 100મું રોકેટ મિશન લોન્ચ કર્યું છે, જોકે, આ મિશન વિશે એક ખરાબ સમાચાર છે કે તે કેટલીક તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. બુધવારે લોન્ચ કરાયેલ નેવિગેશન સેટેલાઇટ NVS-02, ટેકનિકલ ખામીને કારણે તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી શક્યો નહીં. ઈસરોએ તેની વેબસાઇટ પર અપડેટ આપીને કહ્યું કે ઉપગ્રહને નિર્ધારિત સ્થાન પર પહોંચાડવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયામાં સમસ્યા હતી.