Get App

ખાન એકેડમીના ફાઉન્ડર સલમાન ખાને AI પર બુક કરી લોન્ચ, બિલ ગેટ્સે આપ્યો રસપ્રદ જવાબ

ખાન એકેડમીના ફાઉન્ડર સલમાન ખાને 14 મેના રોજ પોતાનું એક પુસ્તક લોન્ચ કર્યું છે. આ પુસ્તક એઆઈ અને એજ્યુકેશન સિસ્ટમ વિશે છે. આ અંગે સલમાન ખાને એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી, જેના પર બિલ ગેટ્સે રસપ્રદ જવાબ આપ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ May 16, 2024 પર 12:41 PM
ખાન એકેડમીના ફાઉન્ડર સલમાન ખાને AI પર બુક કરી લોન્ચ, બિલ ગેટ્સે આપ્યો રસપ્રદ જવાબખાન એકેડમીના ફાઉન્ડર સલમાન ખાને AI પર બુક કરી લોન્ચ, બિલ ગેટ્સે આપ્યો રસપ્રદ જવાબ
બિલ ગેટ્સે સલમાન ખાનને આ જવાબ આપ્યો

ખાન એકેડમીના ફાઉન્ડર સલમાન ખાનને આજે કોઈ પરિચયની જરૂર નથી. તે અમેરિકાથી ખાન એકેડમી ચલાવે છે અને 14 મેના રોજ તેમણે એક બક લોન્ચ કરી છે. આ પુસ્તક એઆઈ અને એજ્યુકેશન સિસ્ટમ પર છે. તેમણે એક્સ પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર આ પુસ્તક અંગે એક પોસ્ટ કરી. આ પોસ્ટને માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઇઓ બિલ ગેટ્સે ફરીથી શેર કરી અને એક રસપ્રદ વાત કહી.

સલમાન ખાને 14 મેના રોજ X પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખ્યું છે કે, પુસ્તકના લોન્ચિંગને લઈને હું ખૂબ જ ખુશ છું. મને આશા છે કે આ પુસ્તક એઆઈને કારણે શિક્ષણ પ્રણાલીમાં આવનારા ફેરફારોની તૈયારીમાં મદદ કરશે. આ પુસ્તક જણાવશે કે કેવી રીતે AI શિક્ષણમાં ક્રાંતિ લાવશે.

બિલ ગેટ્સે સલમાન ખાનને આ જવાબ આપ્યો

બિલ ગેટ્સે સલમાન ખાનની પોસ્ટનો ઉલ્લેખ કરીને તેને ફરીથી શેર કર્યો અને લખ્યું, જો તમે શિક્ષણ પ્રત્યે શોખીન છો, તો તમારે આ પુસ્તક વાંચવું જોઈએ. તે AI પ્રત્યે તમારા દૃષ્ટિકોણને વિસ્તૃત કરી શકે છે અને નકારાત્મક અભિપ્રાયોને પણ દૂર કરી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો