Heart Attack: જેમ જેમ ઠંડી વધે છે તેમ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના કારણે વાયરલ બીમારીઓ ઝડપથી થઈ જતી હોય છે. આ સિવાય ઠંડી દરમિયાન સાંધાના દુખાવા અને અન્ય બીમારીનું જોખમ પણ વધી જાય છે. જોકે શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડી વધે છે તેની સાથે દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ અને ભોજનની શૈલી પણ બદલી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને જે લોકો હાર્ટની સમસ્યા પહેલાથી જ ધરાવે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી શકે છે.