Guillain-Barré Syndrome: ગુઇલેન-બેર સિન્ડ્રોમ (GBS)ના કેસ બંધ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પછી, આ વાયરસ હવે આંધ્રપ્રદેશમાં પણ પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશમાં GBSને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. તાજેતરમાં એક મહિલાનું અવસાન થયું છે. અલાસંદલાપલ્લી ગામના રહેવાસી 45 વર્ષીય કમલમ્માને ગુંટુરની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) ના 17 કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશના તમામ છ જિલ્લાઓમાં GBSના કેસ નોંધાયા છે.