Tips to Get Rid of Constipation: શિયાળામાં લોકો તળેલા ખોરાકનું સેવન વધારે કરે છે. બીજીતરફ પાણી પણ ઓછુ પીવે છે. આ બંનેના કારણે ઘણા લોકોને કબજીયાતની સમસ્યા રહે છે. શિયાળામાં પેટ સાપ થવું જરૂરી છે પરંતુ જો કબજીયાતની સમસ્યા થઈ તો તેનાથી નુકસાન થઈ શકે છે. કબજીયાત દિવસભર કામ સારી રીતે કરવા દેતી નથી. તેનાથી મન હંમેશા બેચેન રહે છે. પરંતુ દરેક વ્યક્તિને અલગ-અલગ સમયે ટોયલેટ જવાની આદત હોય છે. પરંતુ જો સત્પાહમાં ત્રણ વારથી ઓછુ ટોયલેટ જવાનું થાય તો તે કબજીયાતનું સૌથી મજબૂત લક્ષણ છે. વૈશ્વિક રૂપથી 10થી 20 ટકા વ્યસ્ક કબજીયાતની ફરિયાદથી હંમેશા પરેશાન રહે છે. પરંતુ શિયાળામાં આ મુશ્કેલી વધી જાય છે.