આયુર્વેદમાં આપણા શરીરની નાભિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને શરીરનું સેન્ટર પોઈન્ટ ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, નાભિમાં તેલ લગાવવાની પ્રક્રિયા (જેને 'પેચોટી પદ્ધતિ' પણ કહેવાય છે) સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને જો રાત્રે સૂતા પહેલા નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવામાં આવે, તો તે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.