આજકાલ, ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાવાની આદતોને કારણે, લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. આ રોગથી પીડિત વ્યક્તિના બ્લડ સુગરનું લેવલ ઘટતું અને વધતું રહે છે. ડોક્ટરો હંમેશા ડાયાબિટીસના દર્દીઓને ભોજન પહેલાં અને પછી તેમના બ્લડ સુગર લેવલની તપાસ કરવાની સલાહ આપે છે. જોકે, ઘણા લોકો જાણતા નથી કે ડાયાબિટીસના દર્દીના બ્લડ સુગર લેવલ ક્યારે તપાસવું યોગ્ય છે, તો ચાલો આજે તમને જણાવીએ કે ડાયાબિટીસના દર્દીઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

