avocado for women: વિશ્વની સાથે ભારતમાં પણ ડાયાબિટીસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOનો અંદાજ છે કે 18 વર્ષથી વધુ ઉંમરના 7.7 કરોડ લોકો ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત છે. ઝડપથી ફેલાતા આ રોગ પર સતત રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ ડાયાબિટીસનો એક નવો અભ્યાસ બહાર આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે જો મહિલાઓ દર થોડાક દિવસે એક ખાસ ફળ ખાય તો તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટી શકે છે. હવે જાણો તે કયું ફળ છે અને ક્યારે ખાવું જોઈએ.