ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આંખના ગંભીર રોગ ટ્રેકોમાને કંટ્રોલમાં રાખવું એક પડકાર બની રહ્યું છે. જોકે, હવે ભારતમાં ટ્રેકોમા નામની આંખની બીમારી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે. દેશને ટ્રેકોમાથી સંપૂર્ણપણે છુટકારો મળી ગયો છે. ભારત દક્ષિણ એશિયામાં આ રોગને નાબૂદ કરનારો ત્રીજો દેશ બની ગયો છે. અગાઉ આ રોગ નેપાળ અને મ્યાનમારમાંથી પણ ખતમ કરી દેવામાં આવ્યો છે. WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતની આ ઉપલબ્ધિ પર દેશની પ્રશંસા અને અભિનંદન પાઠવ્યા છે.