વાળ ખરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ખરાબ લાઇફ સ્ટાઇલ, બિનઆરોગ્યપ્રદ આહાર યોજના, વધુ પડતો તણાવ, આવા પરિબળો વાળ ખરવાની સમસ્યાનું કારણ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરમાં કયા વિટામિનની ઉણપ વાળ ખરવાનું કારણ બની શકે છે? ચાલો આપણે કેટલાક એવા પોષક તત્વો વિશે માહિતી મેળવીએ, જેની ઉણપ વાળ ખરવાની સમસ્યામાં વધારો કરી શકે છે.